સેલ્સ પછી જે “આફ્ટર સેલ્સ સર્વિસ” આપો તેનું મહત્વ કેટલું ?
દરેક વ્યવસાય તેની વસ્તુ કે સર્વિસના વેચાણને લીધે ટકી જાય છે. દરેક બીજનેસ સૌ પ્રથમ તેની વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રયત્ન કરશે અને જ્યારે તમે વસ્તુનું વેચાણ કરો છો ત્યારે તમારા ગ્રાહકને પડતી મુશ્કેલી તમારા માટે તે ગ્રહકનો વિશ્વાસ જીતીને સબંધો મજબૂત બનાવવાનો મોકો આપે છે. વસ્તુનું વેચાણ કર્યા પછી તમારી જવાબદારી પૂર્ણ નથી થઈ જતી પરંતુ ત્યારબાદ વધુ મહત્વનું કાર્ય કરવાની જવાબદારીની શરૂઆત થાય છે. સેલ્સ પછી વસ્તુમાં થતી મુશ્કેલી અથવા તેના મેન્ટેનન્સ માટે આફ્ટર સેલ્સ સર્વિસ આપવાની જરૂર ઊભી થાય છે. આજના સ્પર્ધાત્મક અને સતત બદલાતી માર્કેટમાં નવા ગ્રાહકો ઊભા કરવા ખૂબ મુશ્કેલ અને ખર્ચાળ પ્રક્રિયા છે માટે જેમને તમે એકવાર કોઈ એક વસ્તુ વેચી છે તેમણે સાચવી રાખવા વધુ સરળ બાબત છે. આપણે મોટે ભાગે મોંઘી વસ્તુ જેવી કે કાર, ફ્રિજ, ટીવી કે ટુવ્હીલર વગેરે જેવી વસ્તુમાં, એક ગ્રાહક તરીકે વસ્તુની સારી સંભાળ માટે સતત તેની સર્વિસ કરાવીએ છીએ અથવા જ્યારે વસ્તુ બંધ પડે ત્યારે રિપેરિંગ માટે જેમની પાસેથી ખરીદી કરી હોય તેમને જ આપવાનું પસંદ કરીએ છીએ. જો તમારી કોઈપણ વસ્તુ જેનું તમે વેચાણ કરો છો તેમ આફ્ટર સેલ્સ સર્વિસની જરૂર પડતી હોય તો તમારા માટે એક સરળ તક જાતે જ ઊભી થાય છે જય તમે એક જ ગ્રાહકને ફરી ફરી નવી વસ્તુ વેચી શકો છો. આફ્ટર સેસ સર્વિસમાં સૌથી મહત્વનો રોલ તમારી ટીમનો હોય છે કારણકે તમારે ગ્રાહકની તકલીફને દૂર કરવાની છે એટલે કે એવી રીતે તમારી જ વસ્તુનું રિપેરિંગ કરવાનું છે જેનાથી તમારા સબંધો અને ગ્રાહકનો વિશ્વાસ વધુ મજબૂત થાય. આજે કોઈપણ વ્યક્તિને જેનો ઉપયોગ કરતાં હોય તે વસ્તુ બગડે તે ગમે નહિ અને જો બગડે તો જડપથી રિપેરિંગ થઈ જે એ જ જોઈતું હોય. તમારે ત્યાં વસ્તુના રિપેરિંગ માટે ફોન આવે ત્યાંથી શરૂ કરીને વસ્તુ ને રીપેર કરી ગ્રાહકે પરત સોંપવા સુધીની પ્રોસેસમાં તમે ગ્રાહકનું દિલ જીતી શકો છો અને આવું તો જ શક્ય છે જો તમે તમારી કંપનીમાં આફ્ટર સેલ્સ સર્વીસને મહત્વ આપતા હો અને ફરિયાદને ખૂબ જ સજાગતાથી સાંભળીને તમારી ટીમ યોગ્ય ઉપાય સૂચવી શક્તિ હોય. વેચાણ કરવું સહેલું છે પરંતુ વેચાણ બાદ પણ ગ્રાહકના સવાલોના જવાબ આપવા અને શાંતિથી ઉપાય બતાવવા સહેલા નથી. આફ્ટર સેલ્સ સર્વિસમાં વસ્તુ આપવા આવતો ગ્રાહક મોત ભાગે ગુસ્સામાં જ હોય અને ત્યારે તેમને વિવેકથી જવાબ આપવા તે તમારી ટીમ માટે સૌથી અઘરું કાર્ય બની શકે છે. માટે બીજનેસ ઓનર તરીકે તમે જ તમારા ગ્રાહકના સાચા એડવોકેટ બની શકો જો તમે જ તમારી ટીમને ગરક સંચાલન માટે ગંભીરતાથી તાલીમ આપો તો. આફ્ટર સેલ્સને લીધે ગ્રાહક એકવાર આવ્યા પછી ફરી તમારા શોરૂમ પર આવશે તો જ 2 નવી વસ્તુ તરફ તેનું ધ્યાન જશે. તમારો ગ્રાહક જ તમારો સૌથી પહેલો રેફરલ આપનાર વ્યક્તિ બની શકે છે. ઘણી મોટી કંપની તો માત્ર આફ્ટર સેલ્સ સર્વિસને લીધે જ વસ્તુઓનું વેચાણ કરી શકતી હોય છે. તો વળી ઘણી કંપનીનો આફ્ટર સેલ્સ વિભાગ એટલો સબળ હોય છે કે તેમનો કસ્ટમર તેમને ત્યાંથી ખુશ થઈને જ નીકળે છે. તમારા સ્ટાફનો વ્યવહાર, વર્તન અને ભાષાનો ઉપયોગ, તમારી સફળતાના સાચા હથિયાર સાબિત થઈ શકે છે. જો તમારી વસ્તુમાં રિપેરિંગ કે સર્વિસની જરૂર નથી તો પણ તમારા ગ્રાહકને વસ્તુના વેચાણ બાદ વર્ષમાં બે વાર ચોક્કસ સાંભળો અથવા તેમના સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો. ફરીથી મળેલી સોનેરી તકને ગુમાવશો નહિ,



Comments are closed