Untitled (100 x 100 px)

મેનેજમેન્ટ, એક એન્જિન છે તો લીડરશિપ એ દિશા બતાવતું સ્ટિયરિંગ છે !

  • Home
  • Krish Consultancy
  • મેનેજમેન્ટ, એક એન્જિન છે તો લીડરશિપ એ દિશા બતાવતું સ્ટિયરિંગ છે !

મેનેજમેન્ટ, એક એન્જિન છે તો લીડરશિપ એ દિશા બતાવતું સ્ટિયરિંગ છે !

આજે દરેક વ્યવસાય સતત પ્રગતિ કરવા મથી રહ્યું છે. બધા જ મેનેજમેન્ટ અને લીડરશિપના પાઠ ભણાવવા તૈયાર છે પરંતુ જો આપણે ભારતના નાના બીજનેસની વાત કરીએ તો હજુ પણ આપણે ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે. કોઈપણ સ્મોલ બીજનેસમાં પણ મેનેજમેન્ટ અને લીડરશિપ કેવી છે તેના પર પ્રગતિનો આધાર રહેલો હોય છે. તમારા વ્યવસાયનું સંચળ કરવા માટે તમે મેનેજરને નોકરી પર રાખી શકો છો પણ તમારી માલિક તરીકેની લીડરશિપ કેવી છે? તેની ખબર તો તમને જ હોય. મેનેજમેન્ટ એટલે તમારી પાસે જે સાધનો અને માણસો છે તેમનું યોગ્ય સંચાલન કરીને નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરવું જ્યારે લિદર્શીપણું મુખ્ય કામ દિશા નક્કી કરવી અને ટીમને વિજન સાથે કામ કરવા માટે પ્રેરિત કરવી. તમે મેનેજર અને લીડર બંનેનું કામ સાથે કરો તો ચાલે પરંતુ આગળ વધવા માટે આ બનેં કામ અલગ અલગ વ્યક્તિએ કરવા જોઈએ. સૌથી પહેલા તો તમે એક વાત ચોક્કસ સમજો કે મેનેજમેન્ટ અને લીડરશીપ આ બનેં બાબતો અલગ છે પરંતુ તે એકબીજા સાથે જોડાયેલ છે. વ્યવસાયનું સંચાલન એક એન્જિન છે તો લીડરશિપ તેનું સ્ટિયરિંગ છે. સ્ટિયરિંગ જેના હાથમાં હોય તેમણે બધે જ સજાગ નજર રાખીને ભવિષ્યનું વિચારવું પડે. કોઈપણ વ્યવસાયને કેવી રીતે મેનેજ કરવો તેની પ્રક્રિયા અને સ્ટ્રક્ચર નક્કી કરી એક મેનેજરની નિમણૂક કરી શકાય જેમાં ટુંકાગાળાના ધ્યેય હાસિલ કરવાના હોય પરંતુ વ્યવસાય માટે લાંબાગાળાના નિર્ણયો અને પરિવર્તન માટે દીર્ઘદ્રષ્ટિ તો એક લીડર પાસે જ હોવી જોઈએ. લીડરશીપ તેની ટીમને પ્રેરણા અને મનોબળ મજબૂત આપી શકે જ્યારે મેનેજરે તે ટીમના સંચાલનથી ટાર્ગેટ અચિવ કરવાના હોય છે. નાના વ્યવસાયમાં સંચાલન અને લીડર એક જ વ્યક્તિ પાસે હોય શકે પરંતુ આ કાર્ય ખૂબ અઘરું હોય છે અને તેમ સમયસર પરિણામ ન મળે તેવું વધુ બનતું હોય છે. વ્યવસાયમાં પ્રગતિની સાચી નિશાની એ છે કે તમે ધીમે ધીમે મેનેજમેન્ટ સોંપતા જાઓ અને તમે એક લીડર તરીકે તમારા બીજનેસને એક નિશ્ચિત દિશા તરફ દોરતા જાઓ. તમારા વ્યવસાયમાં કઈ દિશામાં જવું અને ક્યારે જવું તે તમે નક્કી કરશો પરંતુ બધાને સાથે લઈને એ જ રસ્તા પર ચાલવાનું સંચાલન મેનેજર એટલે કે મેનેજમેન્ટ કરશે. માત્ર મેનેજમેન્ટ કરવાથી પ્રગતિ ન થાય અને માત્ર સારી લીડરશિપ બધા પાસે કામ કરાવી ન શકે. દરેક વ્યવસાય એક માનવીનું સંગઠન છે અને તેના મુખ્ય બે આધારસ્તંભ એટલે મેનેજએમેન્ટ અને લીડરશિપ. બંને એક બીજાના પૂરક છે અને જ્યારે બને મજબૂત અને પાવરફૂલ હોય ત્યારે સફળતા જડપથી મળે છે. આજે ટેકનોલોજીની મદદથી સંચાલન સરળ બની ગયું છે પરંતુ લીડરશિપ એટલી સરળ નથી કારણકે દરેકની જરૂરિયાત અને બજાર બને સતત બદલાયા કરે છે. પોતાના વ્યવસાય માટે જે આગળનું જોઈને વિચારી શકે તે લીડર જ વ્યવસાયને ટકાવી શકે છે. માટે લીડર જાગૃત અને માર્કેટની છાલથી માહિતગાર હોવો જોઈએ. મેનેજમેન્ટ અને લીડરશિપને જોઈને પ્રેરણા લઈ શકો છો પણ તમારે ત્યાં શું યોગ્ય છે એ તો તમારે જ નક્કી કરવું જોઈએ. તપાસો તમારા વ્યવસાયમાં મેનેજમેન્ટ કેવું છે અને તમારી લીડરશિપમાં લોકો કેટલા વિકસિત થયા?

Comments are closed