આપણે ક્યારે માનવ જીવનની સેફટીને મહત્વ આપીશું ?
અંદાજિત 300 લોકોના મૃત્યુ થયા છે અને લોકોમાં એક ભયનો માહોલ સર્જાઇ ગયો તે પ્લેન ક્રેશની ઘટના એક વાત અવશ્ય સાબિત કરે છે કે આજે પણ માનવી અને કોઈપણ મેનેજમેન્ટ જે બીજનેસ કરે છે તેમના માટે દરેક વ્યક્તિની “સેફટી ફર્સ્ટ” એવો વિચાર તો છે જ નહિ અને જય વિચાર ન હોય ત્યાં તેને આધારિત નિયમો અને કાર્ય પણ ન જ થતાં હોય. જે કઈ બન્યું અને કેવી રીતે બન્યું તેના વિશે અનેક લોકો માહિતી આપી રહ્યા છે પણ દુખ એ વાતનું છે કે આજે અનેક નવા સંશોધન અને સગવડતાઓ પછી પણ માનવી અન્ય વ્યક્તિના જીવનને મહત્વ નથી આપતો પણ પોતાના ફાયદા માટે સામે દેખાતા મુદ્દાઓને પણ નજરઅંદાજ કરે છે. એક વાત નિશ્ચિત છે કે એક ક્ષણમાં કોઈ પ્લેનના એન્જિનમાં તકલીફ ઊભી ન થાય પરંતુ છેલ્લા 6 મહિનાથી તે પ્લેનનું ચેકિંગ સંભાળતી વ્યક્તિ કે એજન્સીના ધ્યાનમાં નાની નાની બાબતો ચોક્કસ આવી હશે. જેના પર કામ થવું જોઈએ તે થયું નથી. આપણે કયાંસુધી શિક્ષિત થઈને અશિક્ષિત જએવું વર્તન કરીશું? દરેક મશીનની ચકાસણી અને રિપેરિંગ ફરજિયાત હોય પરંતુ તે કામ કરનાર વ્યક્તિ કેમ તે કામનું કેટલું મહત્વ છે? અને શ માટે મહત્વ છે તે ભૂલી જે છે? એક ડૉક્ટર જેમ ભગવાન સમાન કહેવાય એવી જ રીતે દરેક મશીનને રીપેર કરનાર એન્જિનિયર પણ ભગવાન કરતાં ઓછો પૂજનીય નથી. અનેક લોકોએ માત્ર પાયલોટ પર જ ભરોસો નથી મૂક્યો પણ તે પ્લેનને ચેક કરનાર કોઈપણ એનીજીનીયર અને તે કામ જેમણે સોંપવામાં આવ્યું છે તે એજન્સી પર પણ એટલો જ ભરોસો મૂક્યો હોય છે. આપણે ક્યારે સમજીશું કે જીવન ગુમાવ્યા પછી અઘરા પાઠ શિખવાના ન હોય પરંતુ તે પહેલા જ તકેદારી સ્વભાવમાં લાવવાની હોય. બાઇક ચલાવતો વ્યક્તિ હેલમેટ પહેરે પરંતુ અન્ય વાહન ચલાવનાર વ્યક્તિ “હું ધ્યાન ન રાખું તો કોઈનો જીવ જઈ શકે છે” તે વાત ધ્યાનમાં ન રાખે તો ચોક્કસ હેલમેટ પણ કોઈ અકસ્માતમાં કોઈને બચાવી શકે નહિ. રાજકોટમાં ટિયારપી ગેમ જોનમાં બળીને મરી ગયેલા લોકો હોય કે અમદાવાદમાં પ્લેન ક્રેશ હોય, આપણે ખરાબ રીતે અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા પછી જ સેફ્ટીની મહતાને કેમ સમજીએ છીએ? અને દુખદાયક વાત તો એ છે કે આ બધુ જ એક કે બે મહિના પછી ફરી ભૂલીને માનવ જીવનને સુરક્ષિત કેમ રાખવું તેના પ્રયત્નો કરતાં નથી. ઇન્ડસ્ટ્રીમાં લોકો આળસને લીધે પોતાની સુરક્ષા નથી રાખતા અને કંપની ખર્ચ ઓછો થાય એટલા માટે તેમની માટે કામ કરતાં લોકોની સુરક્ષાનું વિચારતા નથી પરંતુ એવિએશન ઇન્ડસ્ટ્રી અને એર ઈન્ડિયા જેવી અનુભવી કંપની અને ટાટા જેવી માનવીયધાર ધરાવતી બ્રાન્ડ પણ લોકોના જીવને મજાક સમજે તો વિચાર આવે કે આપણે કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ? આપણી માનસિકતા અન્યની સુખાકારી અને સુરક્ષા માટે આપણે પણ જવાબદાર છીએ તેવું કેમ સમજતી નથી? જે કામ સૌથી મહત્વનું છે તે જ કામ કરવા માટે ઓછો પગાર અને નગણ્ય કામ સમજવાની આપણી ભૂલ આપણે ક્યારે સુધારશું? જ્યારે આમ કોઈ કારણ વગર જેમની કોઈ ભૂલ નથી તેવા લોકોના જીવની આહુતિ આપી ત્યારે? હવે આપણે કઠોરતની હદ વટાવી છે અને સુરક્ષા માટે આપણે પણ જવાબદાર છીએ તે સમજવાની તાતી જરૂર છે. ફરી કોઈ પ્લેન ક્રેશ થાય ત્યાં સુધી રાહ જોઈશું કે એક કંપની તરીકે લોકોની સુરક્ષા કેટલી અગત્યની છે તે સ્વીકારીશું? ટાટા જેવી બ્રાન્ડનું નામ પડે અને લોકો વિશ્વાસ કરે તેમની પાસેથી આટલી નબળી લીડરશિપ અને બેદરકાર કાર્ય સંચાલનની અપેક્ષા તો ન જ હતી!



Comments are closed